VIDEO: રાજકોટ મારવાડી યુનિવર્સિટી વિદ્યાર્થી આપઘાત કેસમાં ABVPનો ભારે વિરોધ પ્રદર્શન
રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી આપઘાત કેસમાં વિરોધ પ્રદર્શન તેજ બન્યું છે. સમગ્

રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી આપઘાત કેસમાં વિરોધ પ્રદર્શન તેજ બન્યું છે. સમગ્ર મામલે ABVP દ્વારા આજે ફરી એકવાર મારવાડી યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં મારવાડી યુનિવર્સિટીના પોતાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા છે. કેમ્પસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ABVPના કાર્યકર્તાઓ એકઠા થયા છે. વિદ્યાર્થીઓએ કેમ્પસની અંદર જ વિરોધ દર્શાવી હલ્લાબોલ શરૂ કરી દીધો છે. સમગ્ર વાતાવરણમાં ભારે ઉત્તેજના અને રોષ જોવા મળી રહ્યો છે.




