VIDEO: રાજકોટના આણંદપર નવાગામમાં ટ્રક પર ચડેલા યુવકને વીજ કરંટ લાગ્યો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો
રાજકોટના આણંદપર નવાગામમાં વીજ કરંટ લાગવ

રાજકોટના આણંદપર નવાગામમાં વીજ કરંટ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. ગામના દિવેલિયા વિસ્તારમાં અચાનક યુવક ટ્રક પર ચડ્યો હતો, જ્યાં તેને ભારે વીજ કરંટ લાગતા ગંભીર અસર થઈ હતી….ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને યુવકને ત્વરિત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો….હોસ્પિટલમાં યુવકની સારવાર ચાલી રહી છે. જો કે, યુવક કયા સંજોગોમાં કે શું કારણસર ટ્રક પર ચડ્યો હતો તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકટોળા એકત્ર થઈ ગયા હતા.




