VIDEO: અભિજીત દિપકેની ફરી આંદોલનની ચિમકી, જાણો શા માટે CJPએ અપનાવ્યું આકરું વલણ
સુપ્રીમ કોર્ટ દ્વારા કોકરોચ જનતા પાર્ટી (CJP) ના આંદોલન સાથે જોડાયેલી અરજીઓ પર આપવામ

સુપ્રીમ કોર્ટ દ્વારા કોકરોચ જનતા પાર્ટી (CJP) ના આંદોલન સાથે જોડાયેલી અરજીઓ પર આપવામાં આવેલા વચગાળાના આદેશ બાદ CJPએ આકરું વલણ અપનાવ્યું છે. CJP ના ફાઉન્ડર અભિજીત દિપકે જાહેરાત કરી છે કે જો વિરોધ પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવશે, તો તેઓ ફરીથી આંદોલન શરૂ કરશે.
https://twitter.com/abhijeet_dipke/status/2082103529217388711
અભિજીત દિપકેનું સોશિયલ મીડિયા પર મોટું નિવેદન
આ મુદ્દે પોતાના અધિકૃત એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને અભિજીત દિપકે ટ્વિટ કર્યું છે કે, 'જો પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને હેરાન કરવાનું ચાલુ રહેશે, તો કોકરોચ જનતા પાર્ટી ટૂંક સમયમાં જ મોટા પાયે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે. સરકારે વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાનું અને તેમની સામે 'વિચ-હંટિંગ' (અન્યાયી કાર્યવાહી) કરવાનું બંધ કરવું જોઈએ.'
વિરોધ પ્રદર્શન અને વિદ્યાર્થીઓની સુરક્ષા પર ભાર
અભિજીત દિપકે એ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, સરકાર અને પોલીસ પ્રશાસન દ્વારા આંદોલન કરી રહેલા યુવાનો અને વિદ્યાર્થીઓને પજવવાનું તરત જ બંધ કરવામાં આવે. જો પોલીસ તરફથી અન્યાયી પગલાં ચાલુ રહેશે, તો પક્ષ શાંતિપૂર્ણ માર્ગે જઈને પણ ઉગ્ર વિરોધ નોંધાવવા માટે મજબૂર બનશે.






