VIDEO: 'ઘેડ બચાવો પદયાત્રા'માં બબાલ, બગસરા ખાતે AAP નેતા પ્રવીણ રામની સભા રદ કરવાનો પ્રયાસ
આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ દ્વારા ઘેડ બચાવો પદયાત્રાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આજે બગસરામા
આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ દ્વારા ઘેડ બચાવો પદયાત્રાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આજે બગસરામાં સભા હતી. પરંતુ બગસરા ખાતેની સભા રદ કરવાના પ્રયાસો થયા હોવાના આરોપ છે. બગસરાની પ્રવીણ રામની ઘેડ બચાવો પદયાત્રામાં મનોજભાઈ સોરઠિયા અને બ્રીજરાજભાઈ સોલંકી હાજર રહ્યા હતા.
આપનેતા પ્રવીણ રામની ખેડૂતો માટેની પદયાત્રાને ભાજપ છેલ્લા ત્રણ દિવસથી રોકવાનો પ્રયત્ન કરી રહી છે, રાત્રી રોકાણ રદ કરાવી રહી છે,સભામા લોકોને ના આવે એટલે ધમકીઓ આપી રહી છે, છેલ્લા ત્રણ દિવસથી હવનમાં હાડકા નાખવાનું કામ કરી રહ્યા છે, સભામા માણસો મોકલી બબાલ કરાવી રહી છે એવો આપ નેતાઓનો દ્વારા આક્ષેપ થયો હતો.
આપ નેતા પ્રવીણ રામે કહ્યું કે, ગુજરાત ભાજપના નેતાઓ અને સી આર પાટીલમાં તાકાત હોઈ તો આ ખેડૂતો માટેની પદયાત્રા રોકીને બતાવે. ઘેડ મુદે ભાજપની સરકારના નેતાઓ સામે આપ નેતા પ્રવીણ રામની મોરેમોરો મારવાની તૈયારી. ઘેડના મુદે ચાલતી આ યાત્રાનો વિરોધ કરીને ભાજપ ખેડૂત વિરોધી એમની માનસિકતા ખુલી કરી રહી છે. એવા પણ આક્ષેપો કરાયા હતા.




