Video: આંદોલનકારીઓનો ઉપયોગ કરી AAP સત્તા મેળવવાનો પ્રયાસ કરે છે, રાજુ કરપડા મુદ્દે પ્રદેશ કોંગી પ્રમુખના પ્રહાર

રાજુ કરપડા મુદ્દે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી

સોર્સ: GSTV

રાજુ કરપડા મુદ્દે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી આપ પર આકરા પ્રહાર કર્યા હતા. ચાવડાએ કહ્યું કે AAP પાર્ટીનો કોઈ ઇતિહાસ, નિયત કે સ્પષ્ટ વિચારધારા નથી અને માત્ર રાજકીય સ્વાર્થ માટે કોઈના ઈશારે સત્તામાં આવવાના સપના જોતી પાર્ટી છે. 
ગેરંટી કાર્ડની વાતો કરવામાં આવી હતી, પરંતુ આજે કોઈ નેતા ગેરંટી કાર્ડ અંગે વાત કરતો નથી.

AAP બીજાની ડિઝાઇન પર ચૂંટણી લડે છે: કોંગી પ્રમુખ

વધુમાં આક્ષેપ કર્યો કે AAP પાર્ટીના વડા ત્રણ હજાર કરોડના લિકર સ્કેમમાં જામીન પર બહાર આવી હરિયાણામાં કોંગ્રેસની સરકાર ન બને તે માટે પ્રયાસ કરી રહ્યા છે. આવી પાર્ટી, જે બીજાની ડિઝાઇન પર ચૂંટણી લડે છે, તેની સાથે જોડાવું જોઈએ નહીં. યુવાનો અને આંદોલનકારીઓનો ઉપયોગ કરી સત્તા મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને એક જ રાજ્યમાં સરકાર હોવા છતાં પાણીની જેમ પૈસા કેવી રીતે વપરાય છે તે પણ સવાલ છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત