મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આમ આદમી પાર્ટીએ BZ કૌભાંડના આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ કાઢવાની કરી માગ, જાણો શું છે મામલો

અમરેલીની પાટીદાર સમાજની નિર્દોષ દિકરી પર થયેલા અત્યાચાર બાબતે સુરતમાં આમ આદમી પાર્ટ

અમરેલીની પાટીદાર સમાજની નિર્દોષ દિકરી પર થયેલા અત્યાચાર બાબતે સુરતમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. વરાછા મીની હીરા બજારથી સરદાર સાહેબની પ્રતિમા સુધી રેલી કાઢી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભુપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી હતી. પાટીદાર દીકરી માટે ન્યાયની અને ભુપેન્દ્રસિંહ ઝાલાના સરઘસની માંગ કરનાર 'આપ'ના નેતાઓને પોલીસે ડીટેઇન કરી હતા. પોલીસ ઘર્ષણમાં નગરસેવિકા કુંદનબેન કોઠીયાને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા.

બે દિવસ પહેલા અમરેલીમાં ભાજપની અંદરો અંદરની લડાઈના કારણે એક પાટીદાર દીકરીનું જાહેર બજારમાં કથિત સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આ ઘટનાથી ગુજરાતમાં અને ખાસ કરીને પાટીદારોમાં રોષનો માહોલ છે.

આમ આદમી પાર્ટીના સુરત શહેરના સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માંગ કરી હતી કે જેવી રીતે અમરેલીમાં પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું તે જ રીતે 6000 કરોડના કૌભાંડી અને ભાજપના નેતાઓની સાથે સાંઢ-ગાંઠ રાખનાર ભુપેન્દ્રસિંહ ઝાલાનું પણ જાહેરમાં સરઘસ કાઢવામાં આવે.

આ સમાચાર શેર કરો