Gujaratમાં BLOની વ્હારે આવી આમ આદમી પાર્ટી, હેલ્પલાઇન નંબર કર્યો જાહેર
ગુજરાતમાં SIRની કામગીરી ચાલી રહી છે, ત્યારે BLO પર કામગીરીનું ભારણ વધી રહ્યું છે અને તણાવને કારણે એક બાદ એક બીએલઓના મોત થ
ગુજરાતમાં SIRની કામગીરી ચાલી રહી છે, ત્યારે BLO પર કામગીરીનું ભારણ વધી રહ્યું છે અને તણાવને કારણે એક બાદ એક બીએલઓના મોત થઈ રહ્યાં છે, દરમિયાન આમ આદમી પાર્ટી BLOની મદદે આવી છે. આમ આદમી પાર્ટીએ BLO માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સાથે જ આમ આદમી પાર્ટીએ 20 હજાર કાર્યકર્તાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. આમ આદમી પાર્ટીએ 9104918196 નંબર જાહેર કર્યો છે અને કહ્યું છે કે આ નંબર પર જાણ કરતા જ જે તે વિસ્તારના કાર્યકર્તા BLOની મદદે આવશે.
નોંધનીય છે કે, SIRની કામગીરી કરતા BLO પ્રેશરમાં કામ કરી રહ્યા છે. એક મહિનામાં કામગીરી પૂર્ણ ન થાય તો નોકરીથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કહ્યું કે, SIRની કામગીરી દરમિયાન 5થી વધુ BLOના મોત થયા છે. આમ આદમી પાર્ટીએ આક્ષેપ લગાવ્યો છે કે, નરેન્દ્ર મોદીએ આપેલા પ્રેશરના કારણે BLOના મોત થઈ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં માત્ર 20 ટકા જ લોકો રાજકીય રીકે જાગૃત છે. આપ ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ કોંગ્રેસ પર પણ આરોપ લગાવ્યા છે અને કહ્યું કે, કોંગ્રેસ ભૂતકાળ તરફ જઈ રહી છે, તેમણે કહ્યું કે આપ પાર્ટીએ 2024માં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું, પણ ગુજરાત કોંગ્રેસે વિસાવદર બેઠક પર ઉમેદવાર ઉભો રાખી વિશ્વાસઘાત કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં ખેડૂત અને અન્ય લોકો માટે આમ આદમી પાર્ટી છે.



