મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO: યુવકના મોઢામાં જ મોબાઈલની બેટરી ફાટી! તમે પણ આવું કરતા પહેલા વિચારજો...

મોબાઈલની બેટરી એ મોઢામાં નાખીને ચેક કરવાની વસ્તુ નથી. પરંતુ સોશિયલ

સોર્સ: GSTV

મોબાઈલની બેટરી એ મોઢામાં નાખીને ચેક કરવાની વસ્તુ નથી. પરંતુ સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે તમને અંદરથી હચમચાવી શકે છે. આ વીડિયોમાં એક શખ્સ જ્યારે મોબાઈલની બેટરીને મોઢા વડે ચેક કરી રહ્યો હોય છે, ત્યારે જ તે તેના મોઢામાં ફાટે છે.

મોબાઈલની બેટરી પર જીભથી લાળ લગાવીને ચેક કરવું અથવા તેને દાંત વચ્ચે દબાવીને જોવી એ બંને અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. મોબાઈલની બેટરીમાં લિથિયમ અને કેમિકલ ઇલેક્ટ્રોલાઇટ જેવા પદાર્થો હોય છે. જેના પર દાંતનું દબાણ આવતાની સાથે જ શોર્ટ-સર્કિટ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય છે.

ઇન્ટરનેટ પર વાયરલ વીડિયોમાં જે દ્રશ્ય જોવા મળે છે તે કંઈક આવું જ છે. એક વ્યક્તિ મોબાઈલ શોપ પર ઊભા-ઊભા બેટરીને મોઢામાં નાખીને દાંતથી દબાવે છે, જેના કારણે બેટરી બ્લાસ્ટ થાય છે. લિથિયમ અને કેમિકલ ઇલેક્ટ્રોલાઇટથી બનેલી બેટરી આ રીતે ફાટવાથી ઝેરી ગેસ નીકળે છે, જે ગળા અને ફેફસાંની સાથે મોઢાને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

યુઝર્સની પ્રતિક્રિયા

કોમેન્ટ સેક્શનમાં લોકો આ વિસ્ફોટ અંગે ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે:

પહેલી કોમેન્ટ: ઓક્સિજનના સંપર્કમાં આવતા જ લિથિયમમાં આગ લાગી જાય છે.
બીજી કોમેન્ટ: આ લોકો ક્યારે સુધરશે?
ત્રીજી કોમેન્ટ: લોકોએ વધુ જાગૃત થવાની જરૂર છે.

બેટરી દાંતથી કેમ દબાવી?

બેટરીને દાંતથી દબાવીને ચેક કરવી એ વ્યક્તિની મોટી ભૂલ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે જેવો શખ્સ બેટરી દબાવે છે, તેના માત્ર ૩ સેકન્ડમાં જ જોરદાર ધડાકો થાય છે. આ બ્લાસ્ટમાં તેનું મોઢું ખરાબ રીતે ઈજાગ્રસ્ત થાય છે. બેટરી ફાટતા જ તેમાંથી આગની જ્વાળાઓ નીકળે છે અને દુકાનમાં હાજર લોકોમાં નાસભાગ મચી જાય છે. ૨૪ સેકન્ડનો આ ફૂટેજ અહીં પૂરો થાય છે.

આવી દુર્ઘટનાથી બચવા માટે આ 4 વાતો ખાસ ધ્યાન રાખો:

બેટરીની સ્થિતિ: ફૂલેલી, વધુ પડતી ગરમ કે ખરાબ બેટરીનો ઉપયોગ તાત્કાલિક બંધ કરો.
ચેક કરવાની રીત: બેટરીને ક્યારેય મોઢા, દાંત કે હાથથી દબાવીને ન જુઓ.
બાળકોથી સાવધ: બાળકોને બેટરી અને ઇલેક્ટ્રોનિક પાર્ટ્સથી દૂર રાખો. તેને આગ, પાણી, ચપ્પુ કે ખીલી જેવી વસ્તુઓથી દૂર રાખો.
નિકાલ: ખરાબ બેટરીને કચરામાં ફેંકવાને બદલે અધિકૃત E-Waste સેન્ટર પર આપો.

વિવાદાસ્પદ લોકેશન

@RT_com એ આ વીડિયો X પર પોસ્ટ કર્યો છે અને તેને લાખો વ્યૂઝ મળ્યા છે. RT ના મતે આ ઘટના ભારતની છે, પરંતુ અન્ય અહેવાલો મુજબ, AI બોટ 'ગ્રોક' (Grok) જણાવે છે કે આ વીડિયો ૨૦૧૮નો છે અને ચીનની એક ઘટનાનો છે, જ્યાં એક વ્યક્તિ આઈફોનની બેટરી અસલી છે કે નહીં તે તપાસવા માટે તેને દાંતથી તપાસી રહ્યો હતો.

આ સમાચાર શેર કરો