VIDEO: ડિંડોલીના ધાર્મિક કાર્યક્રમમાં અશ્લીલતાનો વીડિયો વાયરલ થતા ભારે હોબાળો
સુરત શહેરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

સુરત શહેરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભારે હોબાળો મચ્યો હતો. વાયરલ વીડિયોમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન અશ્લીલ હરકતો જોવા મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વીડિયો સામે આવતા લોકોમાં રોષ ફેલાયો હતો અને કાર્યક્રમના આયોજન સામે સવાલો ઉઠ્યા હતા. સમગ્ર મામલે વિવાદ વધતા આયોજકો દ્વારા માફી માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ધાર્મિક કાર્યક્રમમાં આવી ઘટના બનતા સ્થાનિકોમાં પણ નારાજગી જોવા મળી હતી.




