મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટેન્કર પલટ્યું, કેમિકલ લીક થતાં આસપાસના ગામોને ખાલી કરાયા

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કરનો થયો ભયાનક અકસ્માત થયો

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કરનો થયો ભયાનક અકસ્માત થયો છે. એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈને રોડની સાઇડમાં 30 ફૂટ નીચે ખાબક્યું હતું. નાઇટ્રોજન ભરેલા ટેમ્પર પલટી ખાઈ જતાં સફેદ ધુમાડાથી આસપાસનો વિસ્તાર ઢંકાઈ જવા પામ્યો હતો. અમદાવાદથી વડોદરા જતાં આ ટેન્કરમાં ભરેલું નાઇટ્રોજન લીક થતાં દૂર દૂર સુધી સફેદ ધુમાડા દેખાયા હતા. સાથે જ રસ્તા પર કેમિકલના ધુમાડથી ધુમ્મસ સર્જાયું હતું.

કેમિકલ લીક થતાં આસપાસના ગામોને કરાયા ખાલી

આ આકસ્માત બાદ ખેડા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક એકશન મોડ પર આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અકસ્માતની જાણ થતાં તેઓ સતત અ ઘટનાની અપડેટ લઈ રહ્યા છે. તાત્કાલિક ધોરણે તમામ અધિકારીઓની ટીમને દોડતી કરવામાં આવી છે. અસરગ્રસ્ત ગામોમાં મરીડા અને સલુનના વિસ્તારોને તાત્કાલિક ધોરણે ખાલી કરાવવમાં આવ્યા છે. 300થી વધુ લોકોને સ્થળાંતર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એક્સપ્રેકસ વે પરના વાહનોના રુટ કરાયા ડાઈવર્ટ

હાલ કેમિકલ ઢોળાયેલ જગ્યા પર તાત્કાલિક ધારા ધોરણ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કેમિકલ ઢોળાયેલી જગ્યા પર ચૂનો નાખીને ન્યુટ્રોલાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તદ્દઉપરાંત એક્સપ્રેકસ હાઇવે પરનો નડિયાદથી અમદાવાદ જતો વાહન વ્યવહાર ડાઈવર્ત કરવામાં આવ્યો છે.

મહુધાના ધારાસભ્યની લોકોને અપીલ

એક્સપ્રેસ હાઈવે પર પલટી ખાધેલા ટ્રક અકસ્માતમાં "ઑલિયમ 65" નામનું કેમિકલ ભરેલું હતું. જે લીક થતા પરિસ્થિતિ વણસી જવા પામી છે. ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા લોકોને માસ્ક પહેરીને જ બહાર નીકળવા અપીલ કરવામાં આવી છે. હાલ મહુધાના ધારાસભ્ય, જિલ્લા આરોગ્ય અધિકારી, ડીડીઓ સહિતના અધિકારીઓ સલુણ ગામ પહોંચ્યા છે.

સલુણ ગામમાં લોકોને ઊલટી, ચક્કર તેમજ શ્વાસ લેવામાં તકલીફ

સલુણ ગામમાં લોકોને ઉલટી થવી, ચક્કર આવવા તેમજ સ્વાછોશ્વાસની તકલીફ થઈ રહી છે. સાથે ચાર દર્દીઓને ગેસની અસર પહોંચતા તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. એક દર્દીની હાલત વધુ બગાડતાં નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે. હાલ આરોગ્ય વિભાગની 6 ટીમો કરી રહી છે કામગીરી.

આ સમાચાર શેર કરો