VIDEO: ઓઢવમાં બિમાર આધેડને સાયકલ પર લઈ જવા પડ્યા! પાણી ભરાતા એમ્બ્યુલન્સ જ ન પહોંચી
સ્માર્ટ સીટીની દશા બગડી હોય તેવા અહેવાલ સામે આવ્યા છે. અમદાવાદમાં મોડીરાત્રે પડેલા ધોધમાર વર
સ્માર્ટ સીટીની દશા બગડી હોય તેવા અહેવાલ સામે આવ્યા છે. અમદાવાદમાં મોડીરાત્રે પડેલા ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની ઘટના સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે ઓઢવમાં વિસ્તારમાં આવેલ મધુમાલતી આવાસ બેટમાં ફેરવાયું છે.
સાયકલ દ્વારા આધેડને સોસાયટીની બહાર લઈ જવા મજબુર બન્યા
લોકો કમરસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે બીજી તરફ મધુ માલતી આવાસમાં બ્લોક નંબર-9માં રહેતા જીતુભાઈની અચાનક તબિયત બગડી હતી. તબિયત બગડતા 108ને કોલ કર્યો હતો, પરંતું સમગ્ર વિસ્તારમાં પાણી ભરાતા એમ્બ્યુલન્સ પહોંચી શકી નહોતી અને પાણી ભરેલા લોકો સાયકલ દ્વારા આધેડને સોસાયટીની બહાર લઈ જવા મજબુર બન્યા હતા.
જાહેરાત






