VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે લાલ આંખ, અઢી કરોડનો દંડ વસૂલાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે
સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. છેલ્લા એક વર્ષમાં કુલ 34 હજાર ચાલકોને ઓનલાઈન મેમો ફટકારવામાં આવ્યા છે, જેના દ્વારા અંદાજે 2 કરોડ 51 લાખનો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં સૌથી વધુ દંડ ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરનારાઓને થયો છે.
આ ઉપરાંત, હેલ્મેટ વગરના 5,300 થી વધુ અને ઓવર સ્પીડમાં વાહન ચલાવતા 5,000 જેટલા ચાલકો સામે ઓનલાઈન કાર્યવાહી કરાઈ છે. માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય અને લોકો નિયમોનું ચુસ્ત પાલન કરે તે હેતુથી તંત્ર દ્વારા હવે ઓનલાઈન દંડ ફટકારવાની કામગીરીને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે.


