મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાલનપુરના ચડોતરમાં ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા

બનાસકાંઠાના પાલનપુર સ્થિત ચડોતર વિસ્તારમાં એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી.

બનાસકાંઠાના પાલનપુર સ્થિત ચડોતર વિસ્તારમાં એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરાયા હતા.

આ સમાચાર શેર કરો