મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાંતેજની ‘ફેઈથ’ કંપનીમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગ દ્વારા 'મેજર કોલ' જાહેર

કલોલના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સાંતેજમાં આજે એક મોટી હોનારત સર્જાઈ છે. અહીં આવેલી

કલોલના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સાંતેજમાં આજે એક મોટી હોનારત સર્જાઈ છે. અહીં આવેલી ‘ફેઈથ’ નામની વેક્સ (મીણ) બનાવતી ફેક્ટરીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ફેક્ટરીમાં મીણનો મોટો જથ્થો હોવાને કારણે આગે ગણતરીની મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે તંત્ર દ્વારા આ ઘટનાને ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો છે.

આગનો ધૂમાડો દૂર દૂર સુધી દેખાયો

આ આગની ઘટનાથી દોડધામ મચી હતી, આ સાથે વિકરાળ આગનો ધૂમાડો દૂર દૂર સુધી દેખાયો હતો. હાલ ઘટનાસ્થળે  કલોલ, ગાંધીનગર સહિતનો ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 

ફેકટરીમાથી લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા

સુરક્ષાને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે.  હાલ તો આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.   મળતી માહિતી મુજબ ફેકટરીમાથી લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો