VIDEO: છત્તિસગઢના કાંકેરમાં નક્સલિયો સામે મોટું ઓપરેશન
છત્તીસગઢના કાંકેર જિલ્લાને નક્સલવાદથી મુક્ત જાહેર કરવામાં આવ્યો છે. નક્સલ વિરોધી ગતિવિધિઓ અટક્

છત્તીસગઢના કાંકેર જિલ્લાને નક્સલવાદથી મુક્ત જાહેર કરવામાં આવ્યો છે. નક્સલ વિરોધી ગતિવિધિઓ અટક્યા બાદ સુરક્ષા દળના જવાનો અહીં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળના જવાનોને નક્સલવાદીઓ દ્વારા ડંપ કરવામાં આવેલા વિસ્ફોટક અને મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. જવાનો દ્વારા આ સર્ચ ઓપરેશન અગાઉ નક્સલ પ્રભાવિત રહેલ કોયલીબેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચલાવવામાં આવ્યું હતું.સુરક્ષા દળોએ કાર્યવાહી કરીને નક્સલવાદીઓના હથિયાર અને વિસ્ફોટક સામગ્રીનો ડંપ જપ્ત કર્યો છે. ઓપરેશન દરમિયાન જવાનોને જંગલમાંથી ભારે માત્રામાં હથિયારો, ગોળા-બારૂદ અને અન્ય નક્સલી સામગ્રી મળી છે. જવાનોએ આ બધું જપ્ત કરી લીધું છે.




