છત્તીસગઢ : કાંકેરમાં અથડામણમાં સુરક્ષાદળો નક્સલવાદીઓને 18 ઠાર માર્યા
લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં 18 નક્સલવાદીઓન

લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં 18 નક્સલવાદીઓના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે ત્રણ જવાનો ઘાયલ થવાના અહેવાલ મળી રહ્યા છે.
અથડામણમાં 18 નક્સલવાદીઓ માર્યા ગયા છે. જેમાં ટોચના નક્સલવાદી કમાન્ડર શંકર રાવ પણ ઠાર મરાયો છે. શંકર રાવ પર 25 લાખ રૂપિયાનું ઈનામ હતું. સાત AK 47 રાઇફલ મળી આવી છે. એસપી કલ્યાણ એલિસેલાએ આ અંગે પુષ્ટિ કરી છે.
રાજ્યના 14 જિલ્લાઓ નક્સલ પ્રભાવિત
ગૃહ મંત્રાલયના રિપોર્ટ મુજબ છત્તીસગઢમાં કુલ 14 જિલ્લાઓ નક્સલ પ્રભાવિત છે. જેમાં બલરામપુર, બસ્તર, બીજાપુર, દંતેવાડા, ધમતરી, ગરિયાબંધ, કાંકેર, કોંડાગાંવ, મહાસમુંદ, નારાયણપુર, રાજનંદગાંવ, સુકમા, કબીરધામ અને મુંગેલીનો સમાવેશ થાય છે. આંકડા મુજબ છેલ્લા ઘણા સમયથી છત્તીસગઢમાં નક્સલી હુમલા વધ્યા છે.
કાંકેરમાં 26મી એપ્રિલે પ્રથમ તબક્કામાં મતદાન
તમને જણાવી દઈએ કે કાંકેરમાં 26મી એપ્રિલે એટલે કે બીજા તબક્કામાં જ મતદાન થવાનું છે. છત્તીસગઢના રાયપુર અને જગદલપુરની વચ્ચે આવેલા કાંકેર લોકસભા મતવિસ્તારમાં 8 વિધાનસભા સીટોનો સમાવેશ થાય છે. કાંકેર 1998માં જિલ્લો બન્યો હતો.






