VIDEO: ઇકોમાં બાળકોને ખચાખચ ભરી જીવના જોખમે ચાલતી મોતની સવારી, તંત્રના આંખ આડા કાન
હજુ તો ગત રાત્રે જ સાબરકાંઠાના વડાલીમાં કાળજું કંપાવનારો એક્સિડન્
હજુ તો ગત રાત્રે જ સાબરકાંઠાના વડાલીમાં કાળજું કંપાવનારો એક્સિડન્ટ થયો હતો જેમાં 30થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમ છતાં મોતની સવારી હજુ પણ યથાવત જોવા મળી રહી છે.
બાળકોના જીવન સાથે થઈ રહ્યા છે ચેડાં
ઈડરણા વિજયનગર રોડ પર એક ઇકો ગાડીમાં 7-8 જણની જગ્યાએ 18થી 20 જેટલા બાળકોને ખચાખચ ભરી મોતની સવારી ચાલતી હોવાનો વીડિયો સામે આવ્યો છે. પૈસાની લાલચમાં ખાનગી વાહન ચાલકો બાળકોના જીવને મૂકે છે જોખમમાં. આ બધી વાતની જાણ હોવા છતાં પરીવારજાણો સહિત શિક્ષણ સંસ્થાઓ પણ કરે છે આંખ આડા કાન. માસુમ બાળકો માટે સલામત સવારી માત્ર નામ પૂરતી જોવા મળી રહી છે. શૈક્ષણિક સંસ્થાઓ સહિત પોલીસ તંત્રએ પણ આ બાબતે ચુપકીદી સાધી લીધી છે.
ઇડર-ખેડબ્રહ્મા હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
હજુ તો ગઈ કાલે જ ઈડર ખેડબ્રહ્મા હાઇવે પર વિનાયક હોટલ પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે, તો બીજી તરફ આ દુર્ઘટનામાં 29 લોકોને હિંમતનગરની સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. JCBની મદદથી જીપમાંથી ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર એક જીપમાં 33 લોકોને ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા હતા.








