મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરા મેયરના વોર્ડમાં જ મસમોટો ભૂવો પડ્યો, ટ્રક ફસાઈ જતાં બહાર કાઢવા તજવીજ

વડોદરાના ન્યુ કારેલીબાગ વિસ્તારમાં વગર ચોમાસે મસમોટો ભુવો પડ્યો છે. ભુવો પડતાં એક ટ્રકનો એક તરફનો ભા

વડોદરાના ન્યુ કારેલીબાગ વિસ્તારમાં વગર ચોમાસે મસમોટો ભુવો પડ્યો છે. ભુવો પડતાં એક ટ્રકનો એક તરફનો ભાગ અંદર ફસાઈ ગયો હતો, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે વોર્ડ નંબર 4માં એક વર્ષ પહેલા જ્યાં ભુવો પડ્યો હતો, એ જ સ્થળે ફરી ભુવો પડતાં તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. આ વિસ્તાર વડોદરાના મેયર પિન્કીબેન સોનીના વોર્ડમાં આવે છે. વારંવાર ભુવા પડવાની ઘટનાઓને લઈ પાલિકા તંત્રમાં મોટા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

આ સમાચાર શેર કરો