મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પેરોલ લઈને ફરાર થયેલો રીઢો ગુનેગાર 12 વર્ષ બાદ પકડાયો, આરોપી મુંબઈમાં કરતો હતો એક્ટિંગ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પેરોલ લઈને ફરાર થયેલા રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. ૨૦૦૫માં અમદાવ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પેરોલ લઈને ફરાર થયેલા રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. ૨૦૦૫માં અમદાવાદના નરોડામાં હત્યા કરી આજીવન કેદની સજા ભોગવતો કેદી હેમંત મોદી ૨૦૧૪માં પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. જેલના દિવસોમાં પત્નીને ડિવોર્સ આપી, ૧૨ વર્ષથી મુંબઈની માયાનગરીમાં ઓળખ છુપાવીને તે સ્ટ્રગલિંગ એક્ટર તરીકે કામ કરતો હતો.

આશ્ચર્યની વાત એ છે કે, ઝડપાયેલા શખ્સે હિન્દી ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અમિર ખાન, સોનાક્ષી સિન્હા જેવા એક્ટર સાથે ૨૦થી વધુ હિન્દી-ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝમાં સપોર્ટિંગ એક્ટર તરીકે અભિનય કર્યો હતો. અમદાવાદ ગુજરાતી સીરીયલ શૂટિંગ દરમિયાન બાતમીના આધારે ઘી કાંટા મેટ્રો સ્ટેશન પાસેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે. 

આ સમાચાર શેર કરો