મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વિશ્વ ગુજરાતી ભાષા દિવસે પાટણ યુનિવર્સિટીમાં ગ્રાન્ટેડ ભાષા ભવન કાર્યરત

૨૪ ઓગસ્ટ એટલે ગુજરાતીઓ માટે ગૌરવવંતો કવિ નર્મદનો જ

તસવીર: gstv

૨૪ ઓગસ્ટ એટલે ગુજરાતીઓ માટે ગૌરવવંતો કવિ નર્મદનો જન્મદિન અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ. રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કામકાજમાં માતૃભાષાના મહત્તમ ઉપયોગની જાહેરાતો વચ્ચે ઉત્તર ગુજરાતની પાટણ યુનિવર્સિટીને ચાર દાયકા બાદ આખરે ગ્રાન્ટેડ 'ગુજરાતી ભાષા ભવન' મળ્યું છે. પાટણના મીડિયા જગતની જાગૃતતા અને સતત રજૂઆતો બાદ મંજૂર થયેલું આ ભાષા ભવન હાલ ૪ વિઝિટિંગ ફેકલ્ટી સાથે કાર્યરત તો થયું છે, પરંતુ હવે તેની સામે વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાનો નવો પડકાર ઊભો થયો છે. જીકાસ પોર્ટલ પર ત્રીજા પ્રયત્ને માંડ આંગળીના વેઢે ગણાય તેવા ૫ વિદ્યાર્થીઓથી ભવનની શરૂઆત થતાં માતૃભાષા પ્રત્યેની નીરસતા સામે સવાલો ઊઠ્યા છે.

આ સમાચાર શેર કરો