VIDEO: અંકલેશ્વર નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ભાજપની જીત બાદ ઉજવાયો ભવ્ય વિજયોત્સવ
અંકલેશ્વર નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ભાજ
અંકલેશ્વર નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ભાજપની જીતી બાદ ભાજપ કાર્યાલય બહાર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયતની તમામ 6 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાતા ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના વિજેતા ઉમેદવારો, સંગઠનના હોદ્દેદારો અને ઉત્સાહી કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાને મોં મીઠું કરાવી વિજયની શુભકામનાઓ પાઠવી હતી. જનતાએ ફરી એકવાર ભાજપના શાસન અને વિકાસના કાર્યો પર અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો..


