VIDEO: અંકલેશ્વરમાં ભાજપની મહિલા ઉમેદવારે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા
અંકલેશ્વરમાં નગરપાલિકા ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર ૮માં તણાવની ઘટના સામ
અંકલેશ્વરમાં નગરપાલિકા ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર ૮માં તણાવની ઘટના સામે આવી છે. સ્વર્ગીય અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે ઝેનિથ હાઈસ્કૂલના મતદાન મથકની મુલાકાત લીધી હતી. તેઓ કોંગ્રેસના ઉમેદવારો સાથે મળી જીતની શુભેચ્છા પાઠવી રહ્યા હતા.આ દરમિયાન ભાજપની મહિલા ઉમેદવારે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા. મહિલા ઉમેદવારનો આક્ષેપ છે કે કોંગ્રેસ સમર્થકોએ ધક્કામુક્કી કરી.આ બનાવને કારણે મતદાન મથક પર થોડો હોબાળો મચ્યો હતો. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું અને તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.


