Video: સિહોરમાં ચાલુ ટ્રેનમાંથી ઉતરતી વખતે યુવતી પ્લેટફોર્મ પર પટકાઈ, પોઈન્ટમેન બન્યો દેવદૂત
ભાવનગરના સિહોર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી ઉતરતી યુવતીનો જીવ બચ્યો છે. બનાવની વિગ
ભાવનગરના સિહોર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી ઉતરતી યુવતીનો જીવ બચ્યો છે. બનાવની વિગત એવી છે કે બોટાદ–ભાવનગર પેસેન્જર ટ્રેનમાંથી ઉતરતી વખતે પડી રહેલી યુવતીને પોઈન્ટ્સમેન રાજકુમારની સમયસૂચકતાને કારણે યુવતીને બચાવી લેવામાં આવી હતી. યુવતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાવવાની કગાર પર હતી. સમગ્ર ઘટના સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ સાહસિક કામગીરી બદલ રેલવે તંત્ર દ્વારા પોઈન્ટ્સમેનની પ્રશંસા કરવામાં આવી છે તેમજ મુસાફરોને ચાલતી ટ્રેનમાં ચઢવા કે ઉતરવાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.




