મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

મોરબીમાં અનરાધાર વરસાદ વરસ્યો છે, શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું છે. મોરબી મચ્છુ-3 ડેમનો એક

મોરબીમાં અનરાધાર વરસાદ વરસ્યો છે, શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું છે. મોરબી મચ્છુ-3 ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો. આ સ્થિતિના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. વર્તમાન સમયમાં મચ્છુ-3 ડેમમાં 1674 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

મોરબી મચ્છુ-3 ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો

માળીયા તાલુકાના 8 ગામ અને મોરબી તાલુકાના 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે..આ સાથે જ મોરબીનો ધોડાધ્રોઈ ડેમ 70 ટકા ભરાઈ ગયો છે.મોરબીના જીવાપર,ચકમપર, જીકીયારી, જેતપર, રાપર, શાપર ગામને એલર્ટ  કરવામાં આવ્યયા છે. નદી કાંઠાના વિસ્તારમાં ન જવાની તંત્રની સુચના આપી છે.

આ સમાચાર શેર કરો