VIDEO: અમદાવાદના નવરંગપુરામાં કાર હટાવવા બાબતે થઈ માથાકૂટ, જાણો શું છે સમગ્ર મામલો
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતો મામલો સામે આવ્યો છે.
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતો મામલો સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે નવરંગપુરા વિસ્તારના કોમર્સ છ રસ્તા નજીક ગાડી હટાવવાના મુદ્દે થયેલી તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. પાર્થ બારોટ નામના યુવકે રસ્તાની વચ્ચે ઉભેલી ગાડી હટાવવા વિનંતી કરી હતી, પરંતુ ગાડીના માલિકે ઉલટાનું ધમકી આપી હતી. આ યુવકે તેના સાગરીતોને ફોન કર્યો હતો.
યુવાનના સાગરીતો અન્ય બે કારમાં આવીને સમગ્ર વિસ્તારને બાનમાં લઈ લીધો
યુવાનના સાગરીતો અન્ય બે કારમાં આવીને સમગ્ર વિસ્તારને બાનમાં લઈ લીધો, જેમાં એક કાર પર પોલીસનું બોર્ડ લાગેલું હોવાનું સામે આવ્યું હતું. જોકે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
જાહેરાત







