મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના રાયપુરની લાલા વસાણીપોળમાં મકાન ધરાશાયી, બે લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સોમવારે મોડી રાત્રે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સોમવારે મોડી રાત્રે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સંખ્યાબંધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે બીજી તરફ  અમદાવાદના રાયપુર ચકલેશ્વર મહાદેવ મંદિર પાસે લાલા વસાણીની પોળમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.

બે માળાના મકાનનો કેટલોક ભાગ જર્જરીત થયો

બે માળાના મકાનનો કેટલોક ભાગ જર્જરીત હોવાને કારણે મકાન ધરાશાયી થયું હતું. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગે મકાનમાં ફસાયેલાં 2 ભાઈઓનું રેસ્ક્યુ કર્યું હતું. ઘટનાને પગલે બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો