VIDEO: અમદાવાદ પોલીસ કમિશનર કચેરી બહાર ગણતરીની મિનિટોમાં જ બોર્ડ હટાવાયું, છબરડો થતા પોલીસને ભૂલ સમજાઇ
અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી બહાર મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝન કચેરીનું બોર્ડ લગાવવામાં આવ્યુ

અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી બહાર મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝન કચેરીનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. ગણતરીની મિનિટોમાં જ પોલીસને આ ખોટુ બોર્ડ લગાવવામાં આવ્યું હોવાનું સમજાતા આ બોર્ડને હટાવી દેવામાં આવ્યું છે. GSTV દ્વારા સૌ પ્રથમ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી બહાર છબરડો થયો હોવાનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. બોર્ડ લગાવનારા વ્યક્તિએ કમિશનર કચેરી બહાર બોર્ડ લગાવવામાં છબરડા કરતા પોલીસ બેડામાં આ ઘટના ચર્ચાનો વિષય બની હતી..
અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીની બહાર મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝનનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. મહત્ત્વપૂર્ણ છે કે કે ડિવિઝન એસીપીની કચેરીની ઓફિસ કાગડાપીઠ પોલીસ સ્ટેશનની બિલકુલ પાછળના ભાગમાં હાલ કાર્યરત છે તેમ છતાં પોલીસ કમિશનર કચેરીની બિલકુલ બાજુમાં એસીપીની કચેરીનું બોર્ડ કોણ લગાવી ગયું તેને લઇને સવાલો પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યાં છે. અમદાવાદ પોલીસ કમિશનર કચેરી બહાર કે ડિવિઝન એસીપી કચેરીનું બોર્ડ લગાવવામાં આવતા પોલીસ પણ ચકરાવે ચઢી હતી.




