VIDEO: વિજાપુર અકસ્માત કેસમાં મોટો ખુલાસો, પત્નીએ જ ભત્રીજા સાથે મળી કરાવી પતિની હત્યા
મહેસાણાના વિજાપુરમાં ૮ જુલાઈએ થય

મહેસાણાના વિજાપુરમાં ૮ જુલાઈએ થયેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કોઈ સામાન્ય રોડ અકસ્માત નહોતો, પરંતુ પત્નીએ જ ઘડેલું એક ક્રૂર અને સુનિયોજિત મર્ડર હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, પત્ની રીટાબેને પારિવારિક ઝઘડા અને વહેમના કારણે પોતાના જ ભત્રીજા વિમલકુમાર અને ભત્રીજી શ્રદ્ધાબેન સાથે મળીને આ ઘાતક કાવતરું ઘડ્યું હતું. પત્નીએ પૈસાની લાલચ આપીને ભત્રીજાને પતિનું લાઈવ લોકેશન મોકલ્યું હતું, જેના આધારે બ્રેઝા કાર વડે એક્ટિવાને ટક્કર મારીને કરપીણ હત્યા નીપજાવી હતી. વિજાપુર પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સની મદદથી આ મર્ડરનો ભેદ ઉકેલીને માસ્ટરમાઇન્ડ પત્ની સહિત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

