VIDEO: વિજાપુર APMCમાં તાડપત્રી માટે ખેડૂતોની લાંબી કતારો, માવઠાએ ખેડૂતોની ચિંંતામાં કર્યો વધારો
રાજ્યના કેટલાય જિલ્લામાં માવઠા અને વાવઝોડાએ ખેડૂતોની કમરતોડ

રાજ્યના કેટલાય જિલ્લામાં માવઠા અને વાવઝોડાએ ખેડૂતોની કમરતોડી નાખી છે. ત્યારે આ વ્ચ્ચે મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદના ખતરા વચ્ચે વિજાપુર APMC દ્વારા ખેડૂતોની વ્હારે આવવાનો પ્રયાસ કરાયો છે. ખેતરોમાં તૈયાર પડેલા તમાકુ, બટાકા અને ઘઉં જેવા પાકને પલળતા બચાવવા માટે APMC દ્વારા રાહત દરે તાડપત્રીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. તાડપત્રી મેળવવા માટે વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.


