Video: મહેસાણામાં વેરો ન ભરનાર એકમો સામે કાર્યવાહી, મનપાની ટીમે 100થી વધુ દુકાનો કરી સીલ
મહેસાણા મહાનગરપાલિકાએ બાકી વેરા મામલે કડક વલણ અપનાવ્યું છે અને વેરા વસુલાત માટે સીલ મારવ
મહેસાણા મહાનગરપાલિકાએ બાકી વેરા મામલે કડક વલણ અપનાવ્યું છે અને વેરા વસુલાત માટે સીલ મારવાની કાર્યવાહી કરાઇ રહી છે. કોમ્પલેક્ષ અને શોપિંગ સેન્ટરોમાં આવેલી કોમર્શિયલ દુકાનોના માલિકો મનપાનો બાકી વેરો સમય વીતવા છતાં અને નોટિસો આપ્યા બાદ પણ ભરતા નથી. આથી મહેસાણા મહાનગરપાલિકા એ જે દુકાનોના વેરા બાકી છે એ તમામ દુકાનો સીલ કરવાનું શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ દુકાનો સીલ કરી દેવામાં આવી છે.
વેરો ન ભરનાર મિલકતધારકના નળ કનેક્શન કપાશે
22 કરોડ જેટલો મિલકતધારકોનો વેરો બાકી હતો અને સિલિંગ કાર્યવાહીના પગલે 18 કરોડ જેટલો વેરાની વસુલાત કરવામાં આવી છે. મહેસાણા મનપાની કડક કાર્યવાહીને પગલે વધુ 10 દુકાનો સીલ કરાઈ છે અને હવે વેરો ન ભરનાર મિલકતધારકના નળ કનેક્શન કાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.




