મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં પૂર વચ્ચે મોટો ખુલાસો: ખાડી પૂરીને બનાવી દીધું સ્કૂલનું મેદાન

સુરતના દેલાડવા ગામમાં એક ખાનગી સ્કૂલે નિયમોને નેવે મૂકી મુખ્ય ખાડી પર જ પાકું કન્સ્ટ્

તસવીર: GSTV

સુરતના દેલાડવા ગામમાં એક ખાનગી સ્કૂલે નિયમોને નેવે મૂકી મુખ્ય ખાડી પર જ પાકું કન્સ્ટ્રક્શન કરી દીધાનો ચોંકાવનારો ખુલાસો થયો છે..સ્કૂલે ૧૨૦ મીટર લાંબી ખાડીને ઉપરથી સંપૂર્ણ ઢાંકીને ત્યાં બસ પાર્કિંગ અને રમતનું મેદાન બનાવી દીધું છે. સિંચાઈ વિભાગના અધિકારી સંજય ગરાસિયાના જણાવ્યા મુજબ, ૨૦૧૫માં બાળકોની સુરક્ષાના બહાને આ બોક્સ કલવર્ટની શરતી મંજૂરી અપાઈ હતી. જોકે, આ કોંક્રિટના માળખાથી ખાડીનો કુદરતી પ્રવાહ રૂંધાતા ચોમાસામાં પાણી બેક મારે છે અને પૂરનો ખતરો સર્જાય છે. સ્લેબ પર ભારે બસો પાર્ક થતી હોવાથી મોટી જાનહાનિની ભીતિ વચ્ચે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

આ સમાચાર શેર કરો