મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: તંત્રના એક ફરમાનને લીધે રણછોડરાય મંદિરમાં 141 વર્ષ જૂની પરંપરા તૂટી, ભક્તોમાં ભભૂકેલો રોષ

ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલા રણછોડરાય મંદિરમાં તંત્રના એક ફરમાનથી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. વ

ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલા રણછોડરાય મંદિરમાં તંત્રના એક ફરમાનથી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. વિઠ્ઠલ વિઠ્ઠલા આયોજિત ભાગવત કથા રણછોડરાય મંદિર ના પાછળના (નાના દરવાજે) થતી હતી, જે ફરમાન બાદ જગ્યા બદલાતા મંદિરની 141 વર્ષ જૂની પરંપરા તૂટી ગઈ છે. 

ભાગવત પારાયણ કરતાં ભક્તોની લાગણીને ઠેસ પહોંચી

પ્રાપ્ત માહિતી મુજબ ડાકોરમાં આવેલા રણછોડરાય મંદિરમાં વિઠ્ઠલ વિઠ્ઠલા આયોજિત ભાગવત કથા રણછોડરાય મંદિરના પાછળના (નાના દરવાજે) થતી હતી. આ પરંપરા 141 વર્ષથી ચાલી રહી હતી, પણ તંત્રના એક ફરમાનને કારણે આ જગ્યા બદલવાની નોબત આવી છે. આ સાથે અમદાવાદના ભાગવત પારાયણ કરતાં ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે. રણછોડરાય મંદિરના પાછલા દરવાજે છેલ્લા 141- વર્ષથી ભાગવત સપ્તાહ થઈ રહી હતી, પણ આ વર્ષે ભાગવત સપ્તાહ માટે સ્થાન બદલવાની નોબત આવતા ભક્તોમાં તંત્ર સામે રોષની લાગણી વ્યાપી ગઈ છે. 

આ સમાચાર શેર કરો