મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં ગરમીના કારણે હીટસ્ટ્રોકથી 67 વર્ષીય આધેડનું મોત, તંત્ર દ્વારા લોકોને કરાઈ અપીલ

સુરેન્દ્રનગરમાં ગરમીના કારણે વધુ એક આધેડનું હીટસ્ટ્રોકથી મોત થયું છે. રામ

સુરેન્દ્રનગરમાં ગરમીના કારણે વધુ એક આધેડનું હીટસ્ટ્રોકથી મોત થયું છે. રામ સોસાયટીમાં રહેતા 67 વર્ષીય પંજી કણઝરીયાને અચાનક તબિયત બગડતાં સારવાર માટે લઈ જવાયા હતા, પરંતુ તેમનું મોત નિપજ્યું હતું. જિલ્લામાં તાપમાન 45 ડિગ્રી નજીક પહોંચી જતા પરિસ્થિતિ ગંભીર બની છે. સતત બીજા દિવસે પણ ગરમીના કારણે મોતની ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ છે. પ્રાથમિક તપાસ મુજબ ગરમી લાગવાથી મોત થયું હોવાનું પોસ્ટમોર્ટમમાં તબીબોએ જણાવ્યું છે. હીટસ્ટ્રોકના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા અને પૂરતું પાણી પીવાની અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો