મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગની નવી આગાહી; કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર

હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈને નવી આગાહી જાહેર કરી છે. આજે કચ્છ, સુરેન્દ્રનગર અને ર

હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈને નવી આગાહી જાહેર કરી છે. આજે કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, દીવ, દ્વારકા, પોરબંદર, અમરેલી અને બોટાદમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ યેલો એલર્ટ યથાવત છે.

હવામાન વિભાગ મુજબ આવતીકાલથી ગરમીમાં રાહત મળવાની શક્યતા છે અને આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. પવનની દિશા બદલાતા તાપમાન ઘટશે. અમદાવાદમાં 44.1 ડિગ્રી, રાજકોટમાં 43.8 ડિગ્રી અને અમરેલીમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

આ સમાચાર શેર કરો