VIDEO: રાધનપુરમાં રિટાયર્ડ જેલરના ઘરમાં ફાયરિંગ અને તોડફોડ કરી 6 શખ્સો રફુચક્કર, લોકોમાં ભયનો માહોલ
રાજ્યમાં અસમાજીક તત્વોનો કાયદાનો કોઈ ડર રહ્યો નથી તેવી ઘટનાઓ સતત સા
રાજ્યમાં અસમાજીક તત્વોનો કાયદાનો કોઈ ડર રહ્યો નથી તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. લૂંટ, હત્યા, ફાયરિંગ અને દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આવીજ એક ઘટના રાધનપુરમાં થઈ હતી. રાધનપુરમાં જાહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. રાધનપુરની રામદેવ ટાઉનશિપમાં ફાયરિંગની ઘટના બની હતી.
6થી વધુ શખ્સો અચાનક રાત્રિ દરમ્યાન ધસી આવ્યા અને કર્યું ફાયરિંગ
રિટાર્યડ જેલર કરશનભાઈ એલ રબારીના ઘરે આ ઘટના બની હતી. મળતા અહેવાલ પ્રમાણે 6થી વધુ શખ્સો અચાનક રાત્રિ દરમ્યાન ધસી આવ્યા હતા અને જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદ: પોક્સો કોર્ટે દુષ્કર્મના આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદ, સગીરા સાથે કર્યું હતું કુકર્મ
ફાયરિંગ અને તોડફોડ કરીને રફુચક્કર થઈ ગયા
રિટાયર્ડ જેલરના ઘરની બારીઓના કાચ તોડ્યા અને કારમાં પણ તોડફોડ કર્યું હતું. ફાયરિંગની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી, તો બીજી તરફ સોસાયટીમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે આ શખ્સો ફાયરિંગ અને તોડફોડ કરીને રફુચક્કર થઈ ગયા હતા.






