મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: પોક્સો કોર્ટે દુષ્કર્મના આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદ, સગીરા સાથે કર્યું હતું કુકર્મ

અમદાવાદમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. દુષ્કર્મના આરોપીને 20

અમદાવાદ: પોક્સો કોર્ટે દુષ્કર્મના આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદ, સગીરા સાથે કર્યું હતું કુકર્મ

અમદાવાદમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખ્ત સજા ફટકારી છે અને 50 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. અમદાવાદના વર્ષ 2020માં અમરાઈવાડી વિસ્તારમાં આ ગુનો બન્યો હતો.

16 વર્ષની સગીરા જૈન દેરાસરમાં કામ કરવા જતી ત્યારે નરાધમની બગડી હતી નજર

16 વર્ષની સગીરા જૈન દેરાસરમાં કામ કરવા જતી હતી, ત્યારે આ શખ્સની નજર સગીરા પર બગડી હતી. સગીરાને ફોસલાવીને તેની સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમે સગીરાને ધમકાવી પણ હતી. આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો: પાટણમાં ખેતરમાં ઉભી કરાયેલી નકલી યુનિવર્સિટીનો પર્દાફાશ,UGC- ગુજરાત સરકારે જ આપી હતી મંજૂરી

પોલીસે પોક્સોની કલમ હેઠળ આરોપીની ધરપકડ કરી

પોલીસે પોક્સોની કલમ હેઠળ આરોપીની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો. ત્યારબાદ આ કેસ પોક્સો કોર્ટમાં જતો રહ્યો હતો. કોર્ટે આ મામલે 9 સાક્ષી અને 18 દસ્તાવેજી પુરાવાના આધારે હુકમ કર્યો હતો. 

આરોપી રણજિત ગોસ્વામીએ સગીરા સાથે પરિચય વધારીને ફસાવી

સગીરા તેની માતા સાથે જૈન દેરાસરમાં  સાફ સફાઈનું કામ કરવા જતા હતા. તે દરમ્યાન સગીરા એક યુવાનના પરિચયમાં આવી હતી. આરોપી રણજિત ગોસ્વામી સતત સગીરા સાથે પરિચય વધારવાનો પ્રયત્ન કરતો હતો. આ કારણે સગીરા પર તેની માતાને શંકા ગઈ હતી. તેથી તેની માતા તેની દીકરીને કામ પર લઈ જવાનું બંધ કર્યું હતું. 14 એપ્રિલ-2020ના રોજ આરોપી સગીરાને ઘરમાં બહાર બોલાવીને લલચાવીને લઈ ગયો હતો. સગીરાની માતાને ફોન કરીને કહ્યું કે તમારી દીકરી અને હું એકબીજાને પ્રેમ કરીએ છીએ. 

આ સમાચાર શેર કરો