મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:વલસાડમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ; 6 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, રોડ રસ્તાઓ નદીના વહેણમાં તબદીલ 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની ઈનિંગ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને વલસાડ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની ઈનિંગ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને વલસાડ, ગણદેવી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકતાં જનજીનવ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 6 ઈંચ વરસાદથી અનેક રસ્તાઓ બંધ થયા છે. રસ્તા પર કાર સહિતના વાહનો ફસાઈ જતાં રેસ્ક્યુ કરવાની નોબત આવી હતી.

નદીઓમાં નવા નીર

નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાની નદીઓમાં નવા નીરની શરૂઆત થઈ છે. નવસારી જિલ્લાના ચીખલી ગામમાંથી પસાર થતી કાવેરી નદીના જળ સ્તરમાં સતત વધારો થયો છે. ચીખલી ગામનો કોઝવે પણ ઓવરફ્લો થયો છે. લો લેવલ બ્રિજ પાણીમાં ગરક થયો છે. નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેરા નદીઓમાં જળસ્તરમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે જેને લઇને તંત્ર એલર્ટ થઈ ગયું છે.

રસ્તા પર ટ્રાફિક જામ

સુરત-મુંબઈને જોડતા નેશનલ હાઈવે ઉપર કુંડી બ્રિજ પાસે વરસાદી પાણીનો ભરાવો થતા મુંબઈ તરફ જતા વાહનોની ગતિ ધીમી પડી છે. હાઈવે ઉપર વરસાદી પાણીનો ભરાવો થતા સુરત મુંબઈ માર્ગ ઉપર 2 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો છે.વલસાડ ડુંગરી સ્ટેટ હાઈવે ઉપર વરસાદી પાણીનો ભરાવો થયો છે. જેથી વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બંને તરફ ટ્રાફિક જામના દ્દશ્યો સર્જાયા હતા. સ્ટેટ હાઈવે ઉપર વરસાદી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકો હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો