Video: ધરોઈ ડેમના 6 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર
હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે. જળાશયો પણ ભયજનક સપાટી નજીક પહોંચ્યા છે, ત્યારે ઉપરવાસમાં થઇ રહેલા
હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે. જળાશયો પણ ભયજનક સપાટી નજીક પહોંચ્યા છે, ત્યારે ઉપરવાસમાં થઇ રહેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમના કુલ 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. 6 દરવાજા 6 ફૂટ સુધી ખોલી 47,836 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમમાં પાણીની આવક 11,400 ક્યુસેક છે. સાબરમતી નદીમાં 47,836 ક્યુસેક પાણી છોડવામાં આવતા પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા સાવચેતીના પગલે નીચાણવાળા વિસ્તારોને અગાઉથી જ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.




