Video: પંચાયત વિભાગના 50થી વધુ કોન્ટ્રાક્ટ કર્મીઓને છૂટા કરાયા, આર્થિક સંકડામણનો સતાવતો ભય

સુરતના જિલ્લા પંચાયત વિભાગમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 50થી વધુ લોકોને છુટ્ટા કર

સુરતના જિલ્લા પંચાયત વિભાગમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 50થી વધુ લોકોને છુટ્ટા કર્યા છે, ત્યારે સુરતમાં જ કોન્ટ્રાક્ટર પર રહેલા કર્મચારીઓમાં નારાજગી જોવા મળી છે. ગત 20 જાન્યુઆરીએ તમામ કર્મચારીઓને રાત્રી દરમિયાન મેઈલ મારફતે 10 દિવસમાં નોકરીથી છૂટ્ટા કરી દેવાની જાણ કરવામા આવી હતી. આ તમામ કર્મચારીઓ 12 થી 18 વર્ષથી કોન્ટ્રાક્ટ ઉપર જિલ્લાના પંચાયતમાં ફરજ બજાવે છે અને હવે તેમને નોકરીથી છૂટ્ટા કરતા તેઓમાં ક્યાં જશે અને કોણ નોકરી આપશે તેની ચિંતા જોવા મળી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત