VIDEO: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 42 કામો અને આંગણવાડીઓને મંજૂરી અપાઈ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 42 કામો અને આંગણવાડીઓને મંજૂરી અપાઈ…આ સાથે જ એક મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની તમામ આંગણવાડીઓ આજથી મહાનગરપાલિકાએ પોતાના હસ્તગત કરી લીધી છે. આ ઉપરાંત, શહેરમાં રોડ-રસ્તાના નવા કામો મંજૂર કરવામાં આવ્યા છે તથા ડ્રેનેજ સિસ્ટમની કામગીરી સુચારૂ બનાવવા માટે જરૂરી સૂચનાઓ અપાઈ છે. સુરેન્દ્રનગર, દૂધરેજ અને વઢવાણ વિસ્તારમાં ફરજ બજાવતા પાલિકાના કર્મચારીઓને મહેકમમાં સમાવી લેવાયા છે. સાથે જ આગામી લોકમેળાઓના આયોજન અંગે પણ નિર્ણય લેવાયો છે.




