મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં SOGનો સપાટો, બોગસ તબીબ ઝડપાયો

સુરેન્દ્રનગર SOGએ બોગસ તબીબ સામે કાર્યવાહી કરી છે. લીંબડી તાલુકાના જાંબુ ગામે રહેતો તુષારરોય ભકતારોય કોઈપણ મ

તસવીર: gstv

સુરેન્દ્રનગર SOGએ બોગસ તબીબ સામે કાર્યવાહી કરી છે. લીંબડી તાલુકાના જાંબુ ગામે રહેતો તુષારરોય ભકતારોય કોઈપણ માન્ય ડિગ્રી વિના એલોપેથી સારવાર કરતો હોવાની બાતમી મળી હતી. SOG ટીમે PHC પરનાળાના મેડિકલ ઓફિસર એચ.એન. પરીખને સાથે રાખીને તેના રહેણાંક મકાનમાં રેડ કરી હતી. રેડ દરમિયાન આરોપીની ધરપકડ કરી અલગ-અલગ કંપનીની એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ રૂ.26,388નો મુદ્દામાલ કબજે કર્યો છે. મૂળ બંગાળનો આરોપી સુરેન્દ્રનગરમાં બોગસ તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હતો. પાણશીણા પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે

આ સમાચાર શેર કરો