VIDEO: મજેવડી પાસે અકસ્માતમાં 4નાં મોત
જૂનાગઢ માટે શનિવારનો દિવસ કાળમુખો સાબિત થયો છે.. મજેવડી પાસે અકસ્માતમાં 4 લોકોનાં મોત થતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવ

જૂનાગઢ માટે શનિવારનો દિવસ કાળમુખો સાબિત થયો છે.. મજેવડી પાસે અકસ્માતમાં 4 લોકોનાં મોત થતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક અને કાર વચ્ચે કાળજું કંપાવી દે તેવો ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યા હતા.ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ તથા પોલીસ પ્રશાસનને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને રાહત બચાવની ટીમ મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.




