VIDEO: ઉનાની શાળામાં શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યો ધરપકડ બાદ સસ્પેન્ડ
ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં શિક્ષક હરેશગી

ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગૌસ્વામી શાળા સમય દરમિયાન વિદ્યાર્થીઓ પાસે દારૂ મંગાવતા હતા. વિદ્યાર્થીના ચોંકાવનારા ખુલાસા મુજબ, શિક્ષક તેને 500 રૂપિયા આપી અવારનવાર દારૂ લેવા મોકલતા હતા અને ના પાડે તો પણ દબાણ કરતા હતા. આ ગંભીર મામલે શાળાના આચાર્યએ ઉના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શિક્ષકની તેના ઘરેથી ધરપકડ કરી લીધી છે. બીજી તરફ, જિલ્લા વિકાસ અધિકારી એ તાત્કાલિક એક્શન લેતા આ વિવાદિત શિક્ષકને ફરજ સસ્પેન્ડ કરી દીધા છે અને તેમનું મુખ્ય મથક તાલાલા તાલુકાની રમળેચી પ્રાથમિક શાળા ખાતે નિર્ધારિત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

