મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉનાની કુમાર શાળાની ઈમારત સંપૂર્ણ જર્જીરત, પોપડા ઉખડ્યા, સળિયા બહાર આવ્યા અને અકસ્માતનું જોખમ

ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો વચ્ચે ગુજરાતની શાળાઓની દયનીય સ્થિતિ જોવા મળે છે.ઉના તાલુકાનાં મોટા ડેશ

ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો વચ્ચે ગુજરાતની શાળાઓની દયનીય સ્થિતિ જોવા મળે છે.ઉના તાલુકાનાં મોટા ડેશર ગામની કુમાર શાળાની ઈમારત જર્જરીત હાલતમાં છે. ઈમારતના ત્રીજા માળના ઉપરના ત્રણ રૂમોમાં વરસાદી પાણી અને પોપડા પણ પડે છે. આ કારણે કુમાર શાળામાં બાળકોનું અભ્યાસ કરવું ઘણું મુશ્કેલ બન્યું છે.

 370 બાળકો શાળામાં અભ્યાસ કરે છે

આચાર્ય દ્વારા બે પાળીમાં બાળકોને અભ્યાસ કરાવવા બન્યા છે. હાલ વર્ગ ખંડ જર્જરિત થતા કોમ્પ્યુટર લેબના ખંડમાં બાળકો અભ્યાસ કરાવી રહ્યા છે. 370 બાળકો શાળામાં અભ્યાસ કરે છે હજુ પણ કુમાર શાળામાં 6 વર્ગ ખંડની ઘટ છે. હાલની સ્થિતિએ બિલ્ડીંગ પાયા માંથી જર્જરિત થઈ છે, સળિયા પણ બહાર આવી ગયા છે. ત્યારે આવી જર્જરીત શાળામાં બાળકોને ભણવા મોકલવામાં પણ વાલીઓમાં ડર દેખાઈ રહ્યા છે. 

જર્જરીત ઈમારતનો કોઈ ભાગ તૂટી પડશે અને મોટો અકસ્માત સર્જાશે તો


શિક્ષણ વિભાગ દ્વારા શાળા રીપેરીંગ કરાવી દઈશું તેવી વાતો થઈ રહી છે,  પરંતુ શાળાનું  બિલ્ડીંગ હજુ જાણે કોઈ અકસ્માતની રાહ જોઈ બેઠુ હોય તેવું લાગી રહ્યું છે. શાળા રીપેરીંગ નથી થઈ. આચાર્ય દ્રારા કોન્ટ્રાક્ટ અપાઈ ગયાનું સતત રટણ કરવામાં આવી રહ્યું છે. જો આ જર્જરીત ઈમારતનો કોઈ ભાગ તૂટી પડશે અને મોટો અકસ્માત સર્જાશે તો તેનું જવાબદાર કોણ રહેશે.

આ સમાચાર શેર કરો