VIDEO: સુરત:હજીરા ONGC પાસે ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૨૯ લોકોને ઇજા
સુરતના હજીરામાં ONGC કંપની પાસે એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. રસ્તા પર ઉભેલી

સુરતના હજીરામાં ONGC કંપની પાસે એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. રસ્તા પર ઉભેલી એક ટ્રકની પાછળ L&T કંપનીની બસ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક ટક્કરને કારણે બસમાં સવાર ૨૯ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.અકસ્માત બાદ તુરંત જ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે L&T કંપનીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગેની જાણ થતાં જ ઇચ્છાપોર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.



