VIDEO: મહેસાણાના જોટાણામાં ONGC કૂવામાંથી ભારે ગેસ લીકેજ: મોટી હોનારત ટળી પણ ભ્રષ્ટાચારની બૂમ
સોર્સ : gstv
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના લક્ષ્મીપુરા (ખારા) ગામે આજે ONGCના એક કૂવા (વેલ)માંથી અચાનક ભારે અવાજ સાથે તીવ્ર ગેસ લીકેજ શરૂ થતાં અફરાતફરી મચી ગઈ હતી. ગેસની ઉગ્ર દુર્ગંધ આખા ગામમાં પ્રસરી જતાં ભયભીત થયેલા ગ્રામજનોએ તાત્કાલિક ONGC તંત્રને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને પગલે ONGCની ટેકનિકલ ટીમે તાબડતોબ દોડી આવી યુદ્ધના ધોરણે કૂવો બંધ કરી દેતાં એક મોટી સંભવિત હોનારત સહેજમાં ટળી ગઈ હતી. સમયસરની કામગીરીથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ તો લીધો છે, પરંતુ કૂવાના નબળા મેન્ટેનન્સ અને સુરક્ષામાં ખામીને કારણે આ સમગ્ર મામલે હવે સ્થાનિક સ્તરે ભ્રષ્ટાચારની ગંભીર બૂમ ઉઠી છે.

