VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં 4 જર્જરિત પુલો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા
વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં જર્જરિત પુલોને લઈને તંત્
વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં જર્જરિત પુલોને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજ્ય સરકારે આપેલા આદેશ બાદ વિવિધ પુલોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરમાં 4 જેટલા પુલોને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા છે. સર્વે ટીમના રિપોર્ટ બાદ જિલ્લાના ચાર પુલોને સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
સુરેન્દ્રનગરમાં પુલ સર્વે ટીમના રિપોર્ટ બાદ 4 જેટલા પુલ બંધ કરવામાં આવ્યા છે. આ પુલોમાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર તાલુકાના ઢાંકી-છારદ, લખતર-વણા, અને વઢવાણ તાલુકાના બાલા ફાર્મ પાસેના પુલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બજાણા ખાતેનો પુલ પણ જર્જરિત હોવાનું જાણવા મળ્યું છે. જેના સળિયા ખુલ્લા થઈ ગયા છે. આ ચારેય પુલો પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધી આ ખખડધજ પુલો ચાલુ હતા પરંતુ લોકોની સુરક્ષા માટે હવે બંધ કરાયા છે.







