VIDEO: 'ડિપોર્ટ મેગા ઓપરેશન' હેઠળ અમદાવાદમાંથી ઝડપાયેલા 300 બાંગ્લાદેશીઓને મોકલાયા પરત
ભારતના જમ્મુ- કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા પછી સમગ્ર દેશમાં અભિયાન ચલાવ
ભારતના જમ્મુ- કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા પછી સમગ્ર દેશમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વિવિધ રાજ્યોમાંથી ઘૂસણખોરોને ઝડપીને પરત મોકલવામાં આવ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદમાંથી ઝડપાયેલા 300 ઘુસણખોર બાગ્લાદેશીઓને ખાસ વિમાનમાં રવાના કરાયા છે.
“ડિપોર્ટ મેગા ઓપરેશન”
બાંગ્લાદેશી ઘુસણખોરોને સ્પેશિયલ ચાર્ટર્ડ વિમાનમાં પાછા મોકલવાનો આ “ડિપોર્ટ મેગા ઓપરેશન” ખરેખર અમેરિકાની સ્ટાઈલમાં યોજાયો હોવાનું જણાય છે.
ડિપોર્ટ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી
ભારત સરકારના સહયોગથી આ ઓપરેશન એટલી ઝડપથી કરવામાં આવ્યું કે જે દિવસે આ લોકોને પકડવામાં આવ્યા એ જ દિવસે તેમની ડિપોર્ટ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી.જોકે પોલીસનું હજી પણ ઓપરેશન યથાવત છે.
અમદાવાદ-સુરતમાંથી ઝડપાયા બાંગ્લાદેશી
ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડવા માટે અમદાવાદ, સુરત જેવા જિલ્લામાં આપરેશન હાથ ધરાયું હતું. આ ઓપરેશનનમાં અમદાવાદમાંથી 800 અને સુરતમાંથી 134 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતાં. આ તમામની અટકાયત કરી તેમના દસ્તાવેજો તપાસતા તેઓ બાંગ્લાદેશ છે અને ગેરકાયદે ઘુસણખોરી કરી રહેતા હતાં તેની પુષ્ટિ કરાઈ હતી. સુરતના 134માંથી 90 વ્યક્તિએ ગેરકાયદે ઘુસણખોરી કરી હોવાની પુષ્ટિ થઈ હતી. બીજી બાજું અમદાવાદમાં 800માંથી 200 જેટલા લોકો ગેરકાયદે ઘુસણખોરી કરવાનું સામે આવ્યું હતું. આ તમામને ગુપ્ત રીતે રાજ્ય સરકારે પોતાના વતન પરત મોકલી દીધા છે.






