Video: બોપલમાં હોર્ડિંગ લગાવતી વખતે 3 મજૂરો નીચે પટકાયા, બે ના મોત

અમદાવાદના સાઉથ બોપલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આજે રવિવારે બિલ્ડિંગના સાતમા માળે હોર્ડિં

અમદાવાદના સાઉથ બોપલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આજે રવિવારે બિલ્ડિંગના સાતમા માળે હોર્ડિંગ લગાવતી વખતે 3 શ્રમિક નીચે પટકાયા હોવાના સામે આવ્યું છે, જેમાં બે શ્રમિકોના મોત નિપજ્યા છે, જયારે અન્ય શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો છે. 

 વીજપોલનો વાયર હોર્ડિંગને અડી ગયો

મળતી માહિતી મુજબ, અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારના વિશ્વકુંજ-2 માં 3 શ્રમિક હોર્ડિંગ લગાવતા હતા, ત્યારે વીજળીના થાંભલાનો વાયર હોર્ડિંગને અડી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 3 શ્રમિકો સાતમા માળની ઊંચાઈએથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જે પૈકી બે મજૂરો મોત નિપજ્યા હતા અને અન્ય શ્રમિક સારવાર હેઠળ છે. હોર્ડિંગ ધડાકાભેર તૂટી પડતા પાર્કિંગમાં પડેલી અનેક ગાડીઓને પણ નુકશાન થયું હતું. 

જાહેરાત

હોર્ડિંગ લગાવવા માટે મંજૂરી ન લેવાઈ

મળતી માહિતી મુજબ આ હોર્ડિંગ લગાવવા માટે AMC તંત્ર તરફથી કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી.  હાલ પોલીસ અને મનપાએ તપાસ શરુ કરી આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત