VIDEO : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્રની લાલ આંખ, ફન બ્લાસ્ટ સહિત 3 ગેમઝોન સીલ, ફાયર સેફ્ટી મુદ્દે કડક તપાસ
રાજકોટના ફન બ્લાસ્ટ ગેમઝોનમાં લાગેલી આગ બાદ તંત્ર એક્શન મોડમાં
રાજકોટના ફન બ્લાસ્ટ ગેમઝોનમાં લાગેલી આગ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રાજકોટ મહાપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા શહેરના તમામ ગેમઝોનમાં ફાયર NOC, સેફ્ટી સાધનો અને મોકડ્રિલ અંગે કડક તપાસના આદેશો અપાયા છે. ફાયર ઓફિસર અમિત દવેના જણાવ્યા મુજબ, ગેમઝોનમાં ચાઇના બનાવાટની લાઈટનો ઉપયોગ કરાયો હતો. પતરાના શેડ બનાવવા માટે TP વિભાગની મંજૂરી લેવાઈ છે કે નહીં તેની પણ તપાસ થશે. જરૂરી દસ્તાવેજો અને સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ ફન બ્લાસ્ટને ફરી શરૂ કરવાની મંજૂરી અપાશે. હાલ સુરક્ષાના કારણોસર રાજકોટના કુલ 7 પૈકી 3 ગેમઝોન કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે.




